| |
| માહિતી મેળવવા માટે નાગરીકોને ઉપલબ્ધ સવલતોની વિગતો |
| |
| ૧૭.૧ લોકોને માહિતી મળે તે માટે વિભાગે અપનાવેલ સાધનો, પધ્ધતીઓ અથવા સવલતો નીચે મુજબ છે. |
| |
| વર્તમાન પત્રો |
| નગરપાલીકા લોકોને માહિતી પહોંચાડવાની હોય તેવી માહિતી વર્તમાનપત્રમાં જાહેરાત તથા પ્રેસનોટ સ્વરૂપે જાહરેકરે છે. |
| |
| નોટીસ બોર્ડ |
| લોકો ઉપયોગી માહિતી,જાહેરાતો વિગેરે નગરપાલીકા પોતાના નોટીસ બોર્ડ તથા બહોળા ફેલાવની જરૂરના પ્રસંગે શહેરમાં નકકી કરેલ જાહેર સ્થળોએ પ્રસિધ્ધ કરે છે. |
| |
| કચેરીનું રેકોર્ડ નિરીક્ષણ |
| કચેરીનું કોઈપણ જાહેર રેકોર્ડ નિરીક્ષણ માટે વ્યવસ્થા રાખવામાં આવેલ છે. |
| |
| દસ્તાવેજોની નકલ મેળવવા. |
| દસ્તાવેજની નકલ મેળવવા અરજદારે નમુના''ક'' માં અરજી કરવાની રહે છે. તેની સાથે રૂ.ર૦/-નોન જયુડીસીયલ સ્ટેમ્પ તથા નિયમ મુજબ ફી ભરવાથી દસ્તાવેજની નકલ મળી રહે છે. |
| |
| નિયમ સંગ્રહ |
| નગરપાલીકા પાસે નિયમ સંગ્રહની નકલ છે. જે કોઈપણ નાગરીકને જોવા મળી શકે છે. |
| |
| |
| |
| |