વિસનગર - સ્થાપત્ય અને કલા - ૧  
 
1   2  3  4   5  6
 
    આમ વીસનગરનો અતીત દીર્ઘકાલીન એવં ગૌરવપૂર્ણ છે. ગુજરાતનાં અન્ય મધ્યમ કક્ષાનાં નગરોને મુકાબલે અહીંયાં પ્રમાણમાં લાંબો સમય શાંતિ રહી છે. એની પ્રજા પહેલેથી પરિશ્રમી અને કોઠાસૂઝવાળી હોવાથી રાજકીય સ્‍િથરતાનો ભરપૂર લાભ લીધો અને વીસનગરે સાક્ષરનગરી, કલાનગરી અને છેલ્લે તામ્રનગરી તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી. હવે સ્થાપત્ય તેમજ શિલ્પ કલાને ક્ષેત્રે વીસનગરે આપેલા પ્રદાનને જોઈશું.
 
દેળિયા તળાવનાં શિલ્પો:
 
     પુરાતત્વ શાસ્ત્રીઓ દેળિયા તળાવની પાળના છેદનો અભ્યાસ કરીને તેને પ્રાગ સોલંકીકાલીન ગણે છે. આ તળાવના વિવિધ ભાગોની કલાસમૃધ્‍િધ પણ ઘણી જૂની છે. તળાવમાં પાણી ઠાલવવા માટે પાટણના સહસ્ત્રલિંગની પરંપરા મુજબ તૈયાર કરાયેલ ૧.પ૬ મીટર ઉંચાં અને ૧.પ૧ મીટર પહોળા પથ્થરનાં ત્રણ ગરનાળાં જળાશય સ્થાપત્ય કલાના શણગાર રૂપ છે. તેમનો લંબગોળ આકાર અને ઉપરનું છત્ર સોલંકીકાલીન મલાવ મુનસર તળાવની પ્રણાલિકાનાં પ્રતિનિધિ છે.
 
    સ્તંભ પરનાં કીર્તિમુખો, ભરણી, કિચકો અને કુંભી પરનાં શિલ્પોમાંથી કેટલાંક તો અતિ પ્રાચીન છે અને કોઈ જૂની ઈમારતમાંથી લાવીને અહિંયા બેસાડયાં હોય એવું લાગે છે. સ્તંભોને ચોરસ, ગોળ અને અષ્ટકોણીય આકાર આપી આકર્ષક બનાવાયા છે.
 
    ગરનાળાની ડાબી બાજુએ ખંડિત મૂર્તિઓમાંની ઝરૂખા સ્‍િથત બે વ્યકિતઓનું શિલ્પ નખશીખ ચૌલુકય કાલીન છે. એની શિલ્પ શૈલી જોતાં ૧૩મી સદીમાં મૂકી શકાય. ગરનાળામાં પાણી આવ્યા પછી તેને ઠારવા માટે સહસ્ત્રલિંગની શૈલી મુજબ રૂદ્રકૂપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે પાછળથી તેનો જીર્ણોધ્ધાર કરાયો હોવાથી તેમાંનું પરિવર્તન સ્પષ્ટ જોઈ શકાય છે.
 
    દેળિયા તળાવની પાળ પાસેનો નાનો પાળિયો પોતાના ગજા કરતાં વધુ ઇતિહાસ સંગ્રહીને ઉભો છે. પાળિયાના ભાસ્કર્ય નીચે પૂર્વ તરફ એક ગજદળના અને પાયદળના સૈનિક વચ્ચેના યુધ્ધને દર્શાવાયું છે, જયારે દક્ષિણ તરફ પાખરવાળા અને પાખર વિનાના અશ્વો પર આસન્ન ઘોડેસવાર સૈનિકો તેમજ ઉત્તર તરફના શિલ્પમાં પણ પદાતિયુધ્ધનો નિર્દેશ કરાયો છે. પશ્વિમ તરફ શિવપૂજાનું દ્રશ્ય છે.
 
    સામાન્ય રીતે પાળિયાના શિલ્પપટૃ નીચે ઘાટ વિષયક લખાણ હોય છે પરંતુ અહીંયાં તેનો અભાવ હોવાથી વીસનગરના આ યૌધ્ધાઓએ કયા દુશ્મન સામે અને કયા કારણે આ યુધ્ધ કર્યું તેનો ખ્યાલ આવતો નથી. આ પાળિયા તેરમી ચૌદમી સદીનો છે તેથી બીજેથી લાવીને પાળ પર ખોપ્યો લાગે છે. શિલ્પકલાની સાથે સાથે વીસનગરમાં થયેલા કોઈ પ્રાચીન સંગ્રામના સ્મૃતિ સ્તંભ તરીકે તેનું મહત્વ ઓછું નથી.
 
1   2  3  4   5  6
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By