વીસનગર સંબંધિત સાહિત્િયક આધારો તો પાછળના કાલમાં ઉપલબ્ધ થયા પરંતુ વીસનગરની આસપાસના વિસ્તારોમાં પેઢામલી, આગલોડ, હડાદ, રામપુર જેવાં ગામોમાંથી પુરાવિદ રોબર્ટ બ્રુશફૂટે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આદ્યપાષાણ યુગના અવશેષો શોધી કાઢતાં પ્રસ્થાપિત માન્યતામાં પરિવર્તન કરવું જરૂરી બન્યું. ત્યારબાદ આઝાદી પછી ભારતીય તજજ્ઞોએ પણ વાલમ, તરભ, ખંડોસણ અને વલાસણામાંથી આવી વસાહતો શોધી કાઢી. અત્યારના વીસનગરનું ઉપનગર કાંસા પણ કાંસ્ય યુગની આવી વસાહતનું સૂચન કરે છે.
|