આ ઘટના પછી અંગ્રેજોની છત્રછાયા નીચે યાગકવાડનો શાંતિપૂર્ણ રાજય અમલ શરૂ થયો અને વિસનગરની સર્વાંગી પ્રગતિનાં મંડાણ થયાં. ઈ.સ. ૧૮૭૪ માં ગુજરાતી શાળા, ૧૮૮રમાં એ.વી. સ્કૂલ, ૧૮૮૬માં ઉદર્ુ શાળા અને ૧૮૮૭માં કન્યા શાળા તેમજ અંત્યંજ શાળા સ્થપાઈ. આ બધી શૈક્ષાણિક સંસ્થાઓનો મૂળભૂત ઉદૃેશ અંગ્રેજ વહીવટી તંત્રને કારકુનો પૂરા પાડવાનો હતો તેથી આ યુગમાં વિસનગરાઓ મુખ્યત્વે રેલવે અને પોસ્ટખાતામાં દેખાય છે. એ જ રીતે ૧૮૮૭માં વિસનગર વિસ્તારના સ્વાતંત્રપિ્રય ઠાકોરોના અંતરિયાળ પ્રદેશમાં તારંગા સુધી જતી રેલવે સ્થાપવાનો મુખ્ય ઉદૃેશ તો ૧૮પ૭ વખતે ત્યાં થયેલ સંક્ષાોભ ઉગ્ર બને તો થોડીક્ષાણોમાં લશ્કરને ઠાલવવાનો હતો. આમ છતાં કેટલીક સ્તુત્ય પ્રવૃત્િતઓ થઈ. ઈ.સ.૧૮૭પમાં સુધરાઈ, ૧૮૮૩માં દવાખાનું અને ૧૮૮૪માં જનરલ લાયબ્રેરીની સ્થાપનાએ પ્રજામાં ઘણાં ક્ષોત્રોમાં ઉપકાર કયર્ો હતો.
|