વીસનગરનું પ્રાચીન કાળમાં અસ્િતત્વ હતું એવા અવશેષીય આધારો વીસનગરમાંથી જ ઉપલબ્ધ થાય છે. જેમાં મહાકાળેશ્વર મંદિરના પ્રસ્તરો, મૂળમંદિરનાં કીર્તિમુખ અને કીચકો, મંદિરના પરિસરમાંનું અર્ધપર્યુકાસન શિલ્પ, દેળિયા તળાવની પાળનો છેદ, પિંડારિયા તળાવનાં ગળનાળાંના કેટલાક થરો અને તેની આસપાસ વેરાયેલાં ઠીકરાં નોંધપાત્ર ગણાય.
|