વિસનગર - સ્થાપત્ય અને કલા - પ  
 
1   2  3  4   5  6
લશ્કરી સ્થાપત્ય - કિલ્લો:
 
     વિસનગરનું ગુજરાત-રાજસ્થાન સરહદે વ્યૂહાત્મક સ્થાન હોવાને કારણે તેના સ્થાપના કાળથી કિલ્લેબંધીવાળું નગર હોવાની અનુશ્રુતિ છે. સર્વ પ્રથમ વીશળદેવ વાઘેલાએ ડભોઈના કિલ્લાની સાથે વિસનગરનો કિલ્લો બંધાવ્યો પરંતુ આ અનુશ્રુતિને સમર્થન આપે એવા અવશેષો મળતા નથી. શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ પણ પોતાના ગ્રંથ ''નાગર સંકીર્તન''માં આજ બાબતનું પુનરાવર્તન કરે છે.
 
     ઐતિહાસિક રીતે જોઈએ તો છેક ઔરંગઝેબના રાજય અમલ દરમ્યાન ઈ.સ.૧૬૭૯માં મેવાડના રાણા ભીમસિંહે વિસનગર પર આક્રમણ કરતાં સર્વ પ્રથમ કિલ્લાની આવશ્યકતા જણાઈ પરિણામે ઔરંગઝેબે વિસનગરના વહીવટી એકમને વિસ્તૃત કરી નવા ગામો ઉમેરીને રસૂલાબાદ નામ આપ્યું. આ નવા નામવાળા વિસનગરને કિલ્લો બાંધી સુરક્ષિત કર્યું. આ કિલ્લાની રચના મુઘલ લશ્કરી સ્થાપત્ય શૈલીની હતી. જો કે તેમાં ચૌલુકયકાલીન સામગ્રી વપરાઈ છે તેથી આ સમય પહેલા પણ વિસનગરમાં કિલ્લો હોવાની સંભાવના છે. અત્યારનો દરબારગઢ વિસ્તાર પણ આ વખતે તૈયાર થયો. તેની સંરચના પણ મુઘલ શૈલીની છે.
 
    આ કિલ્લાને લશ્કરી સ્થાપત્યશૈલીમાં વિશેષ મજબૂતતો જોરાવરખાન બાબીએ બનાવ્યો. આ બાબતનો ફારસી અભિલેખ વડનગરી દરવાજે છે. જેની વાચના નાસીર ગનમ નામના વિધ્વાને કરી છે. તેમાં આ કિલ્લાના બાંધકામનો સમય વિ.સં.૧૮૦૮ નો પોષ મહિનો આપ્યો છે.
 
    બાબી શાસક જોરાવરખાનને ફતેહ દરવાજેથી પ્રવેશ મરાઠાઓએ યુધ્ધમાં શહીદ કર્યો. એની મજાર પાસેની મસ્‍િજદ આ પહેલાંના સમયની અર્થાત મહમદ બેગડાના વખતની છે. પાછળથી એને જોરાવરખાનના ફાતેહા પઢવાની મસ્‍િજદનું સ્થાન મળ્યું. અહમદશાહી વંશની નિશાની રૂપે મુખ્ય મહેરાબ, તેની પાછળની હાથણીનો પથ્થર અને બંને બાજુની દીવાલો અસ્‍િતત્વ ધરાવે છે. બાકીનું બધું નવું અર્થાત બાબી કાલીન છે.
 
મહેરાબ પરનું કમળ-કંદલિનું સુશોભન તેના બેગડાના સમયના અસ્‍િતત્વનુ સમર્થન પુરું પાડે છે. મૂળ ઈસ્લામી મસ્‍િજદ સ્થાપત્યમાં આવી રચના નથી. તેથી પંદરમી સદીના મધ્યભાગમાં શિયાપંથની તેમજ હિન્દુ કારીગરોની અસર રૂપે આવા પરંપરાગત ભારતીય શિલ્પોને અત્રે સ્થાન મળ્યું છે. આ મસ્‍િજદ દેળિયાને કિનારે આવેલા હોવાથી તેને વિસનગરના મુસ્‍િલમ જનજીવનમાં એક સમયે ઘણું જ મહત્વનું સ્થાન મળ્યું હતું તેમ લાગે છે.
 
મિનારો:
 
    આઝાદી પહેલાં સલાટવાડાના એક મોટા વિસ્તારને મીનારો કહેવામાં આવતો હતો તેથી ત્યાં પહેલાં મિનારા જેવો ભાગ હશે તેમ લાગે છે. સામાન્ય રીતે મસ્‍િજદ હોય ત્યાં મિનારો પણ હોય છે અને ગુજરાતની સ્થાપત્ય કલાની એ વિશેષતા છે જેનો સર્વોત્કૃષ્ટ વિકાસ અમદાવાદના હાલતા મિનારાઓમાં જોઈ શકાય છે. જો કે અત્યારે વિસનગરના સલાટવાડામાં આ મિનારાનાં કોઈ સગડ મળતાં નથી. કદાસ એ કોઈ વેધશાળાનો પણ મિનારો હોઈ શકે.
 
જૈન સ્થાપત્ય કલા:
 
છેક ચાવડા અને ચૌલુકય કાળથી ગુજરાતના રાજકીય અને જનજીવન પર જૈનોનો વિશેષ પ્રભાવ રહયો છે. વિસનગરમાં પણ પૂર્વ મધ્યકાળથી જૈનો વસતા હતા. એમાં બાબીઓના સમયમાં રાધનપુરથી જૈનો આવીને વસ્યા. કેટલાક થરાદથી આવ્યા જે થરાદરા કહેવાયા. આ બહારથી આવેલા જૈનોની વસાહતને ભંડારીપરુ નામ મળેલું અને પટણી દરવાજાથી વડનગરી દરવાજાનો પાઘડી પને આવેલો વિસ્તાર આ નામે ઓળખાતો. આ વિસ્તારને આબાદ કરનાર ભંડારી નામનો શ્રાવક રાધનપુરનો હતો આમ વિસનગરમાં જૈનોની વસ્તી વધતી હતી તેથી અહીંયા જૈન મંદિરો બને એ સ્વાભાવિક છે.
 
1   2  3  4   5  6
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By