વિસનગર - સ્થાપત્ય અને કલા - પ  
 
1   2  3  4   5   6
સ્થાપત્યકલાની દ્રષ્‍િટએ ઐતિહાસિક રીતે મહત્વનાં બે જૈન મંદિરોનું દર્શન કરીએ.
 
કલ્યાણ પાશ્વનાથ:
 
    કડા દરવાજા વિસ્તારમાં આવેલું આ બુલંદ ત્રણ માળનું મંદિર અત્યારે વિસનગરના ગૌરવ સમાન છે. ઈ.સ. ૧૮૦૭માં શેઠ ગલાચંદના પ્રયાસથી તે તૈયાર કરાયું. મંદિરના મૂળ નાયકની પ્રતિમા મહેસાણાના કોડી કૂવામાંથી મળેલી અને તેની અહીંયાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરને બીજે માળે સહસ્ત્ર ફેણા પાશ્ર્વનાથ અને ત્રજે માળે ગૌડી પાશ્ર્વનાથ બિરાજે છે. મંદિરનો ઘુમ્મટ જોતાં તે પાલીતાણાના સ્થાપત્યની પ્રણાલીને અનુસરીને તૈયાર કરાયું છે એવું લાગે છે.
 
શાંતિનાથનું મંદિર:
 
     ઐતિહાસિક અને સામાજિક મહત્વ ધરાવતું આ જૈન મંદિર લાલદરવાજાની બહાર જનરલ લાયબ્રેરી સામે આવેલું છે. મૂળ મંદિર ઘણું જ પ્રાચીન લાગે છે. ઈ.સ. ૧૧૩૪, ઈ.સ. ૧૧પપ અને ઈ.સ. ૧ર૪૪માં પ્રતિષ્‍િઠત થયેલ ત્રણ પ્રતિમાઓ તો વીશળદેવ પહેલાની છે. જેને કારણે વિસનગર તેના કહેવાતા સ્થાપક વીશળદેવ કરતાં પણ જૂનું છે એવું સાબિત થાય છે. અત્યારના મંદિરની જગ્યાએ પહેલાં લાકડાનું દેરાસર હતું જેને ભંડારીનું દેરૂ કહેવામાં આવતું હતું. આ ભંડારી રાધનપુરથી આવીને અત્રે વસ્યો હતો. આપણે ત્યાં પથ્થરનાં દેવાલયો શરૂ થયાં તે પહેલાં લાકડાનાં મંદિરો બંધાતાં. સોમનાથનું મંદિર પણ લાકડાનું હતું તે બહુ જાણીતી બાબત છે. આમ શાંતિનાથનું મૂળ મંદિર સોમનાથની માફક પ્રાચીન હતું. નવું મંદિર પણ રાધનપુરના શ્રાવકની મદદથી તૈયાર થયું છે. સ્થાપત્યના મનોહર નમૂના જેવા આ મંદિરને તૈયાર થતાં અગિયાર વર્ષ લાગેલાં અને ઈ.સ.૧૮૮૪માં તે દર્શનાર્થે ખુલ્લું મૂકાયું છે.
 
ચિત્રકલા:
 
‍િવસનગરના ગૌરવને રજૂ કરતી આ સ્થાપત્યની ઉત્તમોત્તમ કૃતિઓને આનુષાંગિક ચિત્રકલાની ઝાંખી પણ તેમાં દેખાય છે. ભીમનાથના મંદિરના પૂજારીના ઓરડાની દિવાલો પર જૂના ચિત્રો છે જયારે નીલકંઠ મહાદેવ તથા બીજા કેટલાંક મંદિરોની છતમાં રાસલીલાનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. કલ્યાણ પાશ્ર્વનાથના મંદિરમાં ઈલાયચી કુંવરની ખાખી આખ્યાયિકાને ચિત્રકારલએ રંગમાં જીવતી કરી છે. આ કલા અર્વાચીન કાલમાં વિશેષત: બ્રિટીશ શાસન દરમ્યાન પણ મંડપનાં ચિત્રોમાં દેખાય છે. ચિત્રકલા ક્ષેત્રમાં વીરચંદ –ઢાલગરાનું નામ વિશેષ જાણીતું બન્યું હતું
 
આમ વિસનગરે સ્થાપત્ય અને શિલ્પકલાના ક્ષેત્રે યતકિંચિત ફાળો આપ્યો છે. પાછળથી તેમાં ઘણી ઓટ આવી. ખાસ કરીને ગાયકવાડના કલાની દૃષ્‍િટએ શુષ્ક સમયમાં હરિહર જેવાં વિસનગરને આગવી ઓળખ અપાવે એવાં ઉત્તમ શિલ્પો નિર્માણ થયાં નથી. અલબત્ત લોક કલ્‍યાણ ક્ષેત્રની સિધ્‍િધઓ નોંધ પાત્ર રહી. વળી કાષ્ટકલા, સંગીતકલા, નાટકકલા, સાહિત્ય તેમજ ઔદ્યોગિક કલા ક્ષેત્રના વિસનગરના પ્રદાન વિશેનો અલગ ગ્રંથ તૈયાર કરવો પડે.
 
1   2  3  4   5   6
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By