કાજી સાહેબનો જન્મ વીસનગરમાં સને ૧૮૪૩ના વૈશાખ વદ ૭ને શુક્રવારના રોજ થયો હતો. તેમના પિતાજીનું નામ આજામિયાં અનુમિયાં કાજી હતું. વિદ્યાભ્યાસના આરંભ સુધીનું બાલ્યાવસ્થાનું એમનું જીવન સહજ હતું. નાનકડા અનવરની આંખમાં એક અલૌકિક ટહૂકો હતો. આંખ અને હયદ સતત કશુંક શોધતાં. આત્મજ્ઞાન, ઈશ્વર અલ્લાહ શું છે? જેવા પ્રશ્નોના વર્તુળો એમના સમગ્ર ચિત્તતંત્રને ઘેરી લેતા. પરિણામે દૈનિક સંસાર જીવનમાં એમનું મન ચોંટતું નહિ. એમની વિહવળ અને બેબાકળી આંખો વીસનગરમાં આવતા સંત, સાધુ, સંન્યાસી, યતિ, જતિ, ફકીર, પીર જેવા વૈરાગી પુરુષોના સમાગમ ઝંખતી. પાતળિયા સ્વામી તરીકે વીસનગરમાં ઓળખાતા પૂર્ણાનંદસ્વામી સાથે એમનો સત્સંગ ખૂબ થતો. આ બંને મહાત્માઓ એક બીજા સાથે ધર્મધ્યાનની વાતો કરી આનંદમાં મસ્ત રહેતા હતા. એક પ્રસંગે કાજી સાહેબે બ્રહમસ્વરૂપ સંબંધી પ્રશ્ન કરેલો. તે ઉપર પૂર્ણાનંદસ્વામીએ તેમને એક છંદ સંભળાવ્યો હતો. જે આ પ્રમાણે છે. |