વિસનગર - શહેરના નગરરત્નો
 
 
સ્વાતંત્રય સૈનિકોનું પ્રેરકબળ - શ્રી ચીમનલાલ કંસારા    
     
    ચીમનલાલ વિઠૃલદાસ કંસારાનો જન્મ સને. ૧૯૦૩માં થયો હતો. આઝાદીની ચળવળ વખતે આખી શાલ ખેસની માફક ઓઢી ક્રાંતિના ગીતો લલકારતા ચીમનલાલ કંસારા જયારે સરઘસની આગેવાની કરી. નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું....
     
    જેવા ક્રાંતિગીતો લલકારતાં જેમણે જોયા છે. તેઓ આજે પણ તેમનું સ્મરણ આદરથી કરે છે.
     
    વીસનગરની ૧૯૪ર ની લડતમાં સ્વયંભૂ એક તાકાતવાળું નિર્ભિક જૂથ હતું. આ જૂથમાં સર્વ શ્રી સાંકળચંદ પટેલ, નાથાલાલ બાબુભાઈ કંસારા, વલ્લભરામ મોદી, અંબાલાલ કટર, જયશંકર સુંદરી, રામરાય શર્મા જેવી પોલાદી મનોબળ ધરાવતી વ્યકિતઓની સાથે સાથે શ્રી ભગુભાઈ મહેતા, શ્રી જયંતીભાઈ મણિયાર, મગનભાઈ પ્રજાપતિ, શ્રી ચંદ્રકાંત પંડિત, શ્રી કૃષ્ણકાંત પંડિત જેવા સજજ યુવાનો પણ હતા.
     
    શ્રી ચીમનલાલ કંસારાનું મૂળ મકાન શેઠ શ્રી મહાસુખભાઈના મકાનની સામે. શેઠ મહાસુખભાઈની વિચારધારા, વાંચન પ્રેમ, સ્વદેશી ભાવના, સમાજના કુરિવાજો તોડવાનો આવેગ એમને સતત કાર્યરત રહેવા પ્રેરતો હતો તો બીજી તરફ શ્રી મહિપતરામ દેસાઈ, શ્રી રસિકલાલ પંડિત પણ એમને બળ આપતા. ઓછું ભણ્યા હોછા છતાં તેમની વ્યવહારસૂઝ ઘણી ઉંડી હતી. જ્ઞાતિની કન્યાની કન્યાઓને કોઈ વૃધ્ધો સાથે પરણાવે તે વેળા તેઓ ઝૂંબેશ ચલાવે. ફસાયેલી બાળાઓને બચાવવી, વેપાર ઉદ્યોગ માટે સમાજ અને જ્ઞાતિને સંગઠિત કરવાં વગેરે કામ પણ તેમણે કર્યા. ટાવર બજાર પાસે આઝાદ ભારત વિશે વગર માઈકે એવું જોરદાર પ્રવચન કરે કે સાંભળનાર પ્રત્યેક વ્યકિતની ચેતના દેશપ્રેમથી છલકાઈ જતી. આ નગરમાં લાંચ લેતી વ્યકિતઓ સામે ભીંતપત્રો, પત્રિકાઓ પ્રસિધ્ધ કરી તેમણે લડતને નવું બળ આપ્યું હતું.
 
     
ગજુકૂઈની સામે છેલ્લે એમના મકાનમાં રહેતા ચીમનભાઈ કંસારાનું યોગદાન મહાગુજરાતની લડતમાં પણ મહત્વનું છે. વીસનગરમાંથી ચૌદ સત્યાગ્રહીઓ મહાગુજરાતની ચળવળ સારુ સત્યાગ્રહ માટે શેઠશ્રી સાંકળચંદભાઈ પટેલની આગેવાની નીચે તા.ર૯-૧ર-૧૯પ૮ ના રોજ માણેકચોક અમદાવાદ ખાતે ગયા જેમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં ચીમનભાઈ જોડાયા. સત્યાગ્રહ થયો. પોલીસે ઘોડા દોડાવ્યા, ભાગંભાગ મચી. ચીમનભાઈને ઈજા થઈ. વી.એસ. હોસ્‍િપટલમાં ખસેડાયા. હદયરોગના હુમલાથી તેમનું પંચાવન વર્ષની ઉંમરે તા.ર૯-૧ર-૧૯પ૮ના રોજ અવસાન થયું.
     
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By