વિસનગર - શહેરના નગરરત્નો
 
 
કવિ નાટયકાર : શ્રી દેવશંકર મહેતા    
     
    સુકીર્તિ કવિ શ્રી દેવશંકર ના. મહેતાએ માતૃભાષામાં છાંદસ, અછાંદસ, કવિતાઓ, નાટકો, નવલકથા, ટૂંકી વાર્તા લખી સાહિત્યના ક્ષેત્રમાં પોતાની તેજસ્વી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે.
     
   ફોરમ, દદામાં ગગડયાં, સો સો વરસનાં સંભારણાં, સંવેદના જેવા એમના કાવ્યસંગ્રહો ગુજરાતના મૂર્ધન્ય વિવેચકોએ વખાણ્યા છે. સને ૧૮પ૭ના સ્વાતંત્રય સંગ્રામને અનુલક્ષીને કટાક્ષમાં સર્જેલું એમનું સુદીર્ધ કાવ્ય વીરરસનો આપણને અનુભવ કરાવે છે. વીસનગર, વડનગર અને તારંગાની ટેકરીઓ જેવી એમની નાટયરચનાઓ આકાશવાણી અમદાવાદ ઉપરથી પ્રસારિત થઈ છે.
     
    વીસનગર સ્‍િથત મહાસુખભાઈ ચુનીલાલ અને દાતા શેઠ શ્રી માણેકલાલ નાનચંદની પ્રતિમા નીચે જે પંકિતઓ કંડારાયેલી છે તે આ કવિની છે. ફ્રેન્ચ ભાષામાં તેમના પ્રમુખ કાવ્યનો કાવ્યગુચ્છ ''એન્થોલોજી'' પ્રગટ ગયો છે. પંદર જેટલા સર્જનાત્મક ગ્રંથોના લેખક-કવિ શ્રી દેવશંકર મહેતા પોતાની રસયુકત અને રસાળ શૈલીને કારણે સાહિત્યક્ષેત્રે એક સંસ્કાર પુરુષ અને સ્વપ્નદ્રષ્ટા કવિ તરીકે જાણીતા બન્યા છે. તેમના પિતાશ્રીનું નામ નાથુરામ અને માતાનું નામ હિરાલક્ષમીબેન. સને ૧૯ર૭માં કટોસણ તાલુકાના સાંથલ ગામે નાગર કન્યા સવિતાબેન સાથે તેઓ લગ્નગ્રંથીથી જોડાયા. મેટ્રિક સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વીસનગર નગરપાલિકામાં ૧૯ વર્ષ સુધી સેવા બજાવી. સને ૧૯૪૮ થી ૧૯૭૬ સુધી ''વીસનગર પ્રિન્ટરી'' નામની છાપકામ માટેના પ્રેસમાં ભાગીદાર અને વ્યવસ્થાપક તરીકે જોડાયા.
 
     
    એમના હદયમાં શબ્દપ્રેમ સહજ રીતે હતો. પરિણામે તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપી શકયા છે. સંસ્કૃત સાહિત્યમાં મૂર્ધન્ય કવિ દંડીની રચના ''દશકુમાર ચરિતમ'' નું સંપાદન કરી એમણે સાહિત્‍િયક અભ્યાસનું દર્શન કરાવ્યું છે. એમણે અનુવાદ કરેલા નાટકોમાં ''અર્ધદગ્ધ'', ''શાહજહાં'' નોંધપાત્ર છે. ''કવિમેળો'' અને ''મંગળસૂત્ર'' જેવી સામાજિક નાટિકાઓ પણ આપી છે. તેમનો નાગર મહિમા નામનો ગ્રંથ નાગરજ્ઞાતિના ઈતિહાસ પરત્વે ઉંડાણનાં સત્યો અને તથ્યો દર્શાવે છે.
     
ગુજરાતના અધિકૃત વિવેચકોએ પણ એમની પ્રતિભાને પોંખી છે. એમના ''સંવેદના'' નામના કાવ્યગ્રંથોમાં કવિ હયદનો સંવેદના વ્યાપાર આપણી સંસ્કાર પ્રણાલિના એક મુકામ જેવો છે. પ્રાચીન વારસાનું ગૌરવ અને અર્વાચીન પ્રેરકબળોને આવકાર એ દેવશંકરભાઈની કલમનું તાજગીપૂર્ણ સંભારણું છે.
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By