વિસનગર - શહેરના નગરરત્નો
 
 
પ્રજાવત્સલ દાનવીર શેઠશ્રી ડોસાભાઈ મગનલાલ    
     
   વીસનગરની એક ઓળખ છે ''તામ્રનગરી''. બીજી ઓળખ તે ''ધનવંતરીનગરી'' અને ત્રીજી ઓળખ તે ''શિક્ષણનગરી''. હાલ વીસનગર ત્રણ દરવાજેથી સ્ટેશન તરફ જતી સડકના કિનારે ડાબી તરફ એક વિશાળ દરવાજો છે. દરવાજા ઉપર આ પ્રમાણેનું લખાણ છે. ''શેઠ ડોસાભાઈ મગનલાલ જનરલ હોસ્‍િપટલ એન્ડ મેટરનિટી - પ્રસુતિગૃહ.'' આ હોસ્િપટલના સર્જક શેઠ ડોસાભાઈ મગનલાલે સંવત ૧૯૮૧ (સને ૧૯રપ)માં રૂા.પ૦,૦૦૦/- (રૂા. પચાસ હજાર) આપી લોકહિત માટે એનું સર્જન કરેલું. આજે એ જગા પર અને અન્યત્ર સેવાકીય નવાં બાંધકામ પણ થયેલાં છે. મૂળ હોસ્‍િપટલ સને ૧૮૮રમાં કડા દરવાજા બહાર સરકાર તરફથી બાંધવામાં આવ્યું હતું. તા. ર૭/ર/ર૮ના રોજ વીસનગરમાં પંચાલ હરિચંદ મંછારામ તિજોરીવાળા વોટરવર્કસનું ખાતમુહૂર્ત શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના હસ્તે થયું. આ સમયે આ દવાખાનાની મુલાકાતે શ્રી સયાજીરાવ ગાયકવાડ પધાર્યા હતા ત્યારે શેઠ ડોસાભાઈનો વાંસો થપેડી જે ઉદગાર કાઢયા તે સમગ્ર વીસનગર અને પ્રજાજનો માટે ત્યારે, આજે અને આવતીકાલે પણ ગૌરવભર્યા હોઈ અત્રે નોંધ્યા છે. '' આ કામ પ્રોગ્રામમાં નથી પણ આજથી મારા હાથે જ ખૂલ્લું મૂકાયાની ક્રિયા ગણી લેશો અને ભવિષ્યમાં આવાં કામો કરી પ્રજાને લાભ આપશો.''
 
     
    તા.૭/૧/૧૯૩૬નો દિવસ નારી સમ્માન માટે આ નગરની એક પ્રેરક ઘટના તરીકે મૂલ્યવાન છે. શ્રીમાન સયાજીરાવ મહારાજના હીરક મહોત્સવ પ્રસંગે દાતાર મંડળનો સુવર્ણચંન્દ્રક શેઠશ્રી ડોસાભાઈનાં ધર્મપત્ની જસુમતીબહેનને આપી શેઠ ડોસાભાઈ મગનલાલની લોકહિતની પ્રવૃત્‍િતઓને અધ્ર્ય આપ્યો હતો.
     
    નગરવાસીઓના તન-મનના આરોગ્યની કાળજી સાથે જીવન પ્રફુલ્લિત રહે તેવા શુભ આશયથી શેઠ ડોસાભાઈ મગનલાલનાં ધર્મપત્ની જસુમતીબહેનની ઉદાર દેણગીરીથી અને વીસનગર શહેર સુધરાઈના સહકારથી જે વિશાળ ફૂલ ખીલ્યું તે ''ડોસાભાઈ બાગ'' આ બાગમાં શેઠ ડોસાભાઈનું આરસનું બાવલું ફૂલો વચ્ચે, બાળપુષ્પો વચ્ચે, વયસ્કો વચ્ચે, મંદસુમંદ હાસ્યવેરી ''જીવન એ આનંદયાત્રા'' છે તેની પ્રતીતિ કરાવે છે. આ પ્રતિમા તે સમયના રાજયના દિવાન સર વી.ટી.કૃષ્ણમાચારીના શુખ હસ્તે તા. ર૬/૩/૧૯૪૦ના રોજ જાહેર રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી.
     
    વીસનગરવાસીઓ માટે જયારે ઘેરઘેર જળ પહોંચાડવાની સમસ્યા ઉભી થઈ ત્યારે એ સમસ્યાને પણ આ જ દાનવીરે વહોરાકૂવા ઉપર મશીન મૂકી ઉકેલવાનો સુંદર સહયોગ આપ્યો. લાંબી લોખંડની પાઈપ પર ચાલીસ જેટલી ચકલીઓ મૂકી પ્રજાને સુવિધા પૂરી પાડી હતી.
     
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By