''ગામ વીસનગરમાં પ્રજાને નળ મારફતે પાણી પૂરું પાડવું એવી મારી ઈચ્છા છે. અને સદર કાર્ય માટે વડોદરા રાજય અને વીસનગરની મ્યુનિસિપાલિટી અથવા યોગ્ય અધિકારી સાથે તે બાબતસર એવો ઠરાવ થઈ શકતો હોય કે વીસનગરની તમામ પ્રજાને નળ મારફત પાણી પૂરું પાડવાનું કામ.... કરવા. સારું રૂ.ર,૦૦,૦૦૦/- (રૂ.બે લાખ) મેં મારી મિલકતમાંથી ફાળવ્યા છે અને આને માટે શેઠ મણિભાઈ ગોકળભાઈ અને શેઠ મહાસુખભાઈ ચેનીલાલને મારી ઈચ્છા પાર પાડવા માટે ટ્રસ્ટીઓ નીમું છું...... આ કામ માટે રૂ. બે લાખથી જેટલા વધારે જોઈએ તેટલા આપવા ઉપરાંત શેઠે વોટર વર્કસના બાંધકામ માટે રૂ.૩,૧૬,૦૦૦/- (ત્રણ લાખ સોળ હજાર), પાણી ભરવા માટે આર.સી.સી.ની ટાંકી, એંન્િજન શેડ, શહેરમાં પાઈપો અને નળ નાખવાની કામગીરી પણ ચાલુ કરાવી દીધી હતી. સને ૧૯૩૧ના એપ્રિલ માસમાં આ કામ પૂરું થવાથી શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવના હાથે એનું ઉદઘાટન કરાવવા ઠરાવ્યું હતું. અને તે માટે એક ખાસ ફુવારો લાલદરવાજા સામે તૈયાર કરાવવામાં આવ્યો હતો. શ્રીમંત મહારાજા સાહેબના પત્રથી નળ તરત જ ચાલુ કરી દેવામાં આવ્યા હતા. તા.ર૦/૪/૧૯૩૧ના મંગળમય દિવસે સવારે કુમારિકાઓના હસ્તે સાધારણ વિધિ કરી આ કામનો અમલ થયો. તા. ૧/પ/૧૯૩રથી ઘર આગળ કનેકશન આપવા શરૂ કર્યા. સ્ટેન્ડ પોસ્ટથી પાણી લેનાર પાસેથી શેઠ હરિચંદની શરત પ્રમાણે કોઈ પણ જાતનો ટેક્ષ લેવામાં આવતો નહિ. તા. ૭/૩/૧૯ર૮ના રોજ સ્વર્ગસ્થના પત્ની મોતીબાઈને સુવર્ણચંન્દ્રક તથા તેમના કાયમી સ્મારક તરીકે વીસનગર સુધરાઈ તરફથી સ્વ.પંચાલ હરિચંદ વિઠૃલરાવ ગાયકવાડના શુભ હસ્તે તા. ૩૧/૩/૧૯૪૦ના દિવસે કરવામાં આવી હતી. |