વિસનગર - શહેરના નગરરત્નો
 
 
વહીવટદક્ષ : રાયસાહેબ શ્રી ગિરધરલાલ દયારામ મહેતા    
     
   માથે પાઘડી, શરીર પર બંધ કોલરનો લાંબો કોટ, નીચે પાટલૂન અને બૂટ પહેરેલા એક વયોવૃધ્ધપુરૂષો આ નગરની ઘણી સેવાકીય સભાઓમાં અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે. નામ ગિરધરલાલ મહેતા. વસવાટ ગોલવાડ-હાલ જયાં રાયસાહેબ માર્કેટ છે તે સ્થળ. વીસનગરમાંથી ''રાયસાહેબ'' પદ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ હતા.
     
    સને ૧૯૩૪માં બી.બી.એન્ડ સી.ઈ. રેલવેમાંથી નિવૃત્ત થઈ જામનગર અને ધ્વારકા રેલવેમાં મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. અજમેરમાં ગુજરાતી સમાજની સ્થાપના કરી. સને ૧૯૪૮માં જામનગરમાંથી નિવૃત્ત થઈ વીસનગરમાં વસવાટ કર્યો અને પોતાની વિવિધ પ્રવૃત્‍િતઓ ધ્વારા જાહેર અને સામાજિક પ્રવૃત્‍િતઓને વેગ આપ્યો.
     
    રોટરી કલબની સ્થાપના તેમણે સને ૧૯૪૯માં કરી અને આ જ સાલમાં વસુમતિબેન વીસનગરા નાગર વિધવાશ્રમનું ખાતમુહૂર્ત અને સંચાલન કરી તેમની પુરૂષાર્થપૂર્ણ દ્રષ્‍િટનાં દર્શન કરાવ્યા. એક કાર્યદક્ષ સંનિષ્ઠ હોવા ઉપરાંત તેમની બહુઆયામી પ્રતિભામાં શિક્ષણવિદો, સાહિત્યકારો અને કલાકારોને પારખી તેમને યોગ્ય દિશામાં વાળવાની કુશાગ્ર બુધ્‍િધ હતી. વિસનગરના ઘણાખરા યુવકોને રેલવેમાં નોકરી અપાવી તેમણે યુવાજગતને રોજી રોટી અપાવવાનું સ્તુત્યકાર્ય કર્યું છે.
     
    રાયસાહેબનો જન્મ માળવા મુકામે માતુશ્રી માકોરબાની કૂખે તા.પ/૯/૧૮૭૯ના દિને થયો હતો. તેમના પિતાશ્રી અને દાદાશ્રીએ શરાફી ધંધામાં પોતાની કુનેહ અને દક્ષતાથી સારી નામના મેળવી હતી અને વહેપારી જગતમાં તેમનું નામ માનથી લેવાતું. શ્રી ગિરધરલાલે ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ આબુમાં કર્યો અને એ પછી વીસનગરની શાળામાં પ્રવેશ મેળવ્યો. પ્રારંભમાં જશવંતીબેન સાથે તેમણે પ્રભુતામાં પગલાં માંડયા હતાં. પરંતુ આ લગ્નજીવન અલ્પજીવી બનતાં, બીજું લગ્ન વીસનગર નિવાસી શ્રી ભોળાનાથ મહેતાનાં બહેન પાર્વતીબેન સાથે થયેલ. પ્રારંભમાં પોસ્ટ ખાતામાં વ્યાવસાયિક કામગીરી સ્વીકારી હતી અને પછી ઉત્તરોત્તર તેઓ પ્રગતિ કરતા ગયા.
 
     
આજે પણ રોટરી જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના વીસનગર ખાતેના વિશાળ સભાખંડમાં પ્રવેશીએ ત્યારે રાયસાહેબ ગિરધરલાલ દયારામ મહેતાની તસવીર સાથે આપણી આંખ મળે છે.
     
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By