વિસનગર - શહેરના નગરરત્નો
 
 
દર્દશામક ઘર : શેઠ ગીરધરલાલ ડોસાભાઈ હોસ્‍િપટલ    
     
    આ નગરના સપૂત અને જેને હૈયે જનહિત માટે સતત હાથ લંબાવવાની આંતરિક પ્રેરણા પરિવારના પુણ્યે અને આત્મગત ઔદાર્યને કારણે મળી હતી. તેમનું નામ છે રાજરત્ન શેઠ ગિરધરલાલ ડોસાભાઈ પરીખ. આ સદગૃહસ્થના નામનું એક વિશાળ દવાખાનું સજર્યું સને ૧૯પ૧ માં આ વિશાળ સંકુલનું ખાત મુહૂર્ત ગુજરાત રાજયના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાના શુભ હસ્તે તા.૮ જૂન સને ૧૯૪૯ ના મંગળદિને થયું હતું.
     
    પોતાનાં ધર્મપત્ની ચંચળબેન ગિરધરલાલ પરીખના ટ્રસ્ટમાંથી તેમની ઈચ્છા અનુસાર રૂ.પાંચ લાખ પચીસ હજારની ઉદાર સખાવત કરવામાં આવી હતી. સખાવત કરનાર દાતાની શુભ ભાવના પ્રમાણે દવાખાનામાં જે તે સમયે આધુનિક પધ્ધતિનાં લગભગ મોટા ભાગનાં સાધનો વસાવવામાં આવ્યા હતાં. આ અંગેનો સ્પષ્ટકરાર વડોદરા રાજય સાથે કરવામાં આવ્યો હતો. આ કરાર એ પછી આવેલી મુંબઈ ધ્‍િવભાષી સરકારે માન્ય રાખ્યો હતો. આ મકાન અને સાધન સામગ્રીનું ખર્ચ બાદ કરતાં જે રકમ બચી તેનું એક અલગ ટ્રસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં એ નાણાંનો સદુપયોગ દર્દીઓનાં દવા તથા પૌષ્‍િટક ખોરાક માટે કરવાનું ઠરાવેલું છે.
 
     
    દાતા ગિરધરલાલ પરીખ વડોદરા રાજયના કીર્તિવંત ધારશાસ્ત્રી હોવા ઉપરાંત પોતાના વતન તરફ પ્રેમ વહાવનાર સાચા અર્થમાં સદગૃહસ્થ હતા. આજે પણ વીસનગર અને તેની આસપાસના ગામ લોકો તેનો ભરપૂર લાભ લે છે. તેથી દાતાની મનોકામના પૂર્ણ થાય છે.
     
 આ દવાખાના માટે જેમના તરફથી દાન મળ્યું છે તેની યાદી આ પ્રમાણે છે.
   
     
(૧) શ્રીમતી ચંચળબેન ગિરધરલાલ પરીખ ચેરિટેબલ ટ્રસ્ટ રૂ.પ,રપ,૦૦૦
(ર) સ્વ. કાન્તાબેનના સ્મરણાર્થે તેમના ટ્રસ્ટી શેઠ ચીનુભાઈ રૂ.૬૦,૦૦૦ (નારાયણભાઈ પરીખ તરફથી)
(૩)
પરસબેન મથુરદાસ પારેખના ટ્રસ્ટીઓ શેઠ કાન્‍િતલાલ રૂ.પ૦,૦૦૦
(મથુરદાસ પારેખ અને શેઠ રતિલાલ નાથાલાલ તરફથી)
(૪)
શેઠ જયંતિલાલ મણિલાલ પરીખ તરફથી એમના સ્વ. પિતાશ્રી શેઠ મણિલાલ વલ્લભરામ હેમચંદ પરીખના સ્મરણાર્થે રપ૦૦૦
(પ)
સ્વ.શેઠ વ્રજલાલ મોતીલાલ તથા સ્વ. મેનાબા વ્રજલાલ તરફથી શેઠ ચીમનલાલ વ્રજલાલ તથા શેઠ નારાયણદાસ રૂ. ૩૦,૦૦૦
   
  આ દવાખાનામાં નિ:શબ્દ, મૌન રાખી આપણી સામે જોતી કેટલીક તસવીરો આ પ્રમાણેની છે.
  (૧) નગરે શેઠ શ્રી વ્રજલાલ મોતીલાલ (ર) રાજરત્ન શેઠ શ્રી ગિરધરલાલ ડોસાભાઈ (૩) શેઠ શ્રી મણિલાલ વલ્લભરામ (૪) ગં.સ્વ. મેનાબેન વ્રજલાલ (પ) કાન્તાબેન નારાયણભાઈ (૬) શેઠ મથુરદાસ મગનલાલ પારેખ. જન સેવાના આવા ભેખધારીઓને પ્રણામ.
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By