શ્રી દવે સાહેબ આજીવન શિક્ષક, કેળવણીકાર હોવા ઉપરાંત સારા લેખક હતા. ''વીસનગરની કલા'', ''સાહિત્યનું ઘડતર'', ''પાશ્ચાત્ય સાહિત્ય સિધ્ધાંતો'' ઉપરાંત ''નીરક્ષીર'' જેવાં પુસ્તકોમાં એમની વિવેચન શૈલી નૂતન સાહિત્િયક પરિબળોથી ઘડાયેલી અને પ્રાચીન સાહિત્ય વિચારણાથી રચાયેલી છે. તેઓ ગાયત્રીના પ્રખર ઉપાસક તેમજ રામાયણ-મહાભારત, શ્રીમદ ભાગવત, પાંડુરંગ શાસ્ત્રીના આધ્યાત્િમક ગ્રંથોના પિપાસુ અભ્યાસી હતા. એક જ્ઞાનપિપાસુ અભ્યાસી તરીકે એમને સ્મૃતિમાં રાખનાર આજે પણ ઘણા વિદ્યાર્થીઓ છે. એમની રસપ્રચૂર, ભાવવાહી મંગળવાણીનો પ્રભાવ આજે પણ એમ.એન.કોલેજના ખંડોમાં અને બીજે પડઘાય છે.
|