વિસનગર - શહેરના નગરરત્નો
 
 
પૂજય રામજી મહારાજ    
     
    શ્રી રામજી મહારાજ આમ તો પુરુષવાચક નામ છે અને એમની તસવીર જોતાં સહેજ પણ ખ્યાલ ન આવે કે આ નારીની તસવીર છે. એમનું મૂળ નામ સૂરજબા હતું. એ મૂળ નામ પ્રમાણે જ સૂરજનો પ્રકાશ આ નગરમાં, સમગ્ર ગુજરાતમાં અને રાજસ્થાનમાં પાથરી સેવા અને શ્રધ્ધાના બળે અમર થઈ ગયેલાં.
     
સંપ્રદાયની મર્યાદામાં રહીને ભારતનાં અનેક સ્થળોએ યાત્રાએ જતાં અને દરેક યાત્રા પ્રસંગે ગુજરાતની ઉદારતા અને વ્યવહાર કુશળતાનો પરિચય આપી એક સંતને છાજે એવું જીવન જીવતા. આ પ્રકારની એક યાત્રામાં તેઓ હરધ્વાર કુંભમેળામાં ગયાં અને વિહાર કરતાં કરતાં એક મોટા કથા વ્યાખ્યાન સમારંભમાં પ્રવેશ્યા. મંડળેશ્વર સ્વામીશ્રી કેશવનંદજીએ ઉંચા મંચ ઉપરથી એમને તુર્ત જ ઓળખી લીધાં અને મંચ પરથી નીચે આવી આ માતાજીને ખભે ઉંચકી લઈને મંચ ઉપર આસનસ્થ કર્યાં. કારણ કે ઉંમરને કારણે તેઓશ્રી મંચ ઉપર ચડી શકે તેમ ન હતાં. એમણે કહયું, કે આ માતાજી તો પરબ્રહમ રામનું લીલાક્ષેત્ર છે. એ રામમય છે. એમના શ્વાસોચ્છવાસમાં પ્રત્યેક નાડી અને રોમેરોમમાં રામનો રણકાર સંભળાય છે. આ સાંભળી પ્રવચન બાદ માતાજીના ચરણોમાં હજારો ભકતોએ શિર ઝૂકાવ્યાં. ચરણસ્પર્શ કરી, એમના રોમેરોમમાં પ્રવાહિત રામના અજપાજપનો અનુભવ કર્યો. વાતાવરણ રામ મંત્રથી ગુંજી રહયું. રામમય દેહ કેવો હોય એના સૌને દર્શન થયાં. એમની દાનવીરતાના પણ અનેક પ્રસંગો છે. ઘણીવખત અને ખાસ, નીજ ગુરુની તિથિના દિને તેઓ દાનવીર બનતા. અને અંગ ઉપર માત્ર એક વસ્ત્ર રાખી તે સમયે પાસે જે કાંઈ હોય તે ગરીબોમાં, સાધુઓમાં, નિરાધારોમાં ફરીફરીને લૂંટાવી દેતા. એમાં અન્નવસ્ત્ર, સાધન સામગ્રી તમામ આવી જતું. અને રામ કંઈ લાજ જવા દે એમ ન હતા. બીજે જ દિવસે અધિકસ્ય અધિકં મળી જતું.
 
     
    હેરામણની માફક છલકયોરાજસ્થાનના બુંદી અને જોધપુર રિયાસતો એમના પરમ ભકત હતા. સંવત ૧૯૮પની દિવાળીની એક સાંજે દીપમાળા ગામમાં પ્રગટી અને રામજી મહારાજે નીજ જીવનદીપની ઝળહળ જયોત બ્રહમજયોતમાં સ્વસંકજ્ઞત્‍િસપ બળે વિલિન કરી દીધી. બરોબર પૂરા સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આત્મ સંકેત મુજબ સ્વધામ ગયા. એમના અંતિમ દર્શન માટે ઉમટેલા વીસનગરનો ભકત સમુદાય હતો. લોકવાયકા મુજબ કેસરનાં છાંટણા થયેલાં.
     
     
   
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By