ધારાશાસ્ત્રી તરીકે અને નાયબ ગૃહપ્રધાન તરીકે તેમની કાર્યદક્ષતા, ક્રિયાશીલતા અને કર્મઠ વ્યકિતત્વની આગવી છાપ હતી. તેઓ મિતભાષી, તોલીને બોલનાર, વીસનગરના કુશળ સમત્વશીલ રાજકીય મુત્સદી હતા. તેમના મંત્રીપદ દરમિયાન બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ટયૂબવેલ મોટા પ્રમાણમાં ફાળવાયાં. આ તેમની નોંધપાત્ર કામગીરી હતી. નાની વયમાં નગરપાલિકાના પ્રમુખ બાજનું એમને માથે આવ્યું તે તેમની વહીવટી દક્ષતા અને કુશળતાનું દ્યોતક હતું. |