પડછંદ કાયા, ગોળ હસમુખો ચહેરો, નિર્ભય આંખો, પ્રમાણમાં પ્રભાવક અવાજ. તમે જયારે મળો ત્યારે તમારું કામ એમના મનમાં બેસે તો પ્રસન્ન થઈ સંગીન સહકાર આપે, સને ૧૯૮પ ની બીજી ડિસેમ્બરે ગુજરાતી વિશ્વકોશનું કામ એચ.એલ.કોલેજ ઓફ કોમર્સની હોસ્ટેલના કમ્પાઉન્ડમાં એક રૂમમાં શરૂ થયેલું. સને ૧૯૮૬ના નવેમ્બરની ર૮મી એ તેમણે દુનિયામાંથી વિદાય લીધી. એમણે સહકારી ક્ષેત્રે સ્થાપેલી મજૂર મંડળીએ ભારતભરમાં ડંકો વગાડયો હતો. વિશ્વકોશનો પ્રારંભ કરાવનાર આ પુરૂષ માત્ર બે ચોપડી જ ગુજરાતી ભણ્યા હતા છતાં વર્ષો સુધી વીસનગરની નૂતન સર્વ વિદ્યાલયના પ્રમુખ તરીકે કેળવણી ક્ષેત્રે પણ કામ કર્યું છે. છાત્રાલયો, શાળાઓ, વિકાસગૃહ જેવી સંસ્થાઓના સર્જનમાં એમનો અપૂર્વ પુરૂષાર્થ પડેલો છે. |