ચહેરે મહોરે વેપારી લાગે. કંસારાપોળના નાકે ચૂડા - ચૂડીની તેમની જૂની પેઢી. વેપાર કરતાં કરતાં પૂં. ડાંગરેજી મહારાજ, સખા મહારાજ અને આખ્યાનકાર સીતારામ શર્માના સ્િનગ્ધ પરિચય પછી તેઓ હરિહર સેવા મંડળ, શ્રી શામળિયા સખા સેવા ટ્રસ્ટ, શ્રી રામનારાયણ સેવા ટ્રસ્ટના મુખ્ય સૂત્રધાર બની હરિદર્શન એ જ એમનું જીવન બની ગયું એવું જીવન જીવ્યા. શ્રી હરિહરલાલજીના મંદિરના નવસર્જનમાં સક્રિય રહી આ કાર્યમાં એમણે પૂં.ડાંગરેજી મહારાજનો તેમજ શ્રી ભાણાભાઈ ભાવસાર, નારાયણદાસ કંસારા, સોમાભાઈ જી પરીખ વગેરેનો સંપૂર્ણ સાથ મેળવ્યો. બધાને સાથે રાખી કામ લેવાની તેમની આવડતને કારણે રામરોટી તરીકે જાણીતું સુવિધાપૂર્ણ અન્નક્ષેત્ર તેમણે શરૂ કર્યું, જે એમની માનવતાવાદી દ્રષ્ટીનું પરિચાયક છે. |