વિસનગર - શહેરના નગરરત્નો
 
 
રાજકવિ શ્રી વિઠૃલભાઈ નરસિંહભાઈ બહમભટૃ    
     
   એક સમયે આ નગરની જાહેરસભામાં કેટલાક સભારંજની કવિઓની કવિતાથી સભાનો પ્રાંરભ થતો. શેઠ મહાસુખભાઈનું નિધન થતાં આ નગરના લોકોએ સ્વયંભૂ રીતે એક વિશાળ સભા ડોસાભાઈ બાગમાં યોજેલી. સભાનો પ્રાંરભ માથે સાફો બાંધેલો, ઝભ્ભો અને તેના પર લંબકોટ અને ધોતીધારી કવિશ્રી વિઠૃલભાઈ બહ્મભટ્ટે ઝવેરચંદ મેઘાણીને યાદ આપે તેવી કરૂણ અને શૌર્યભરી શૈલીમાં પોતાની કવિતાથી શેઠશ્રી મહાસુખભાઈને અંજલિ અર્પી તે સમયે સભામાં ઉપસ્‍િથત ઘણા લોકોની આંખોમાંથી અશ્રુ સરેલાં. આ સાલ હતી સને ૧૯૪૪. સમય સાંજનો. શ્રી વિઠૃલભાઈ વ્યવસાયે પ્રા.શિક્ષક હતા. ઉત્તમપદની ઉપાધિ પ્રાપ્ત કરેલ. વિઠૃલભાઈના લોહીમાં આનુવંશિકપણે છંદોબધ્ધ અને ગેય રચનાઓ રચવાની સહજ શકિત હતી. લગભગ ચાલીસ વર્ષ સુધી પ્રા.શિક્ષાક રહયા એની સાથે જનતા જનાર્દન અને આ નગરની અસ્‍િમતાને સહેજ પણ વિસરવા દીધી નહિ. સરસ્વતીના આ પરમ આરાધકને કાવ્યગંગાની લહેરોમાં જે આનંદ મળતો એનું શ્રવણ એ પણ એક લ્હાવો હતો.
 
     
વાલમ સર્વોદય આશ્રમના છાબલિયા કેન્દ્રમાં એ સમયે શિક્ષણક્ષેત્રે ઓછી પ્રગતિશીલ જાતિને કેળવવાનું કામ પણ આ ભડવીરે હાથ ધરેલું. બે વર્ષ સુધી સતત આ ગામમાં મુખ્ય શિક્ષક તરીકે પણ સેવા આપેલી. દારૂબંધીના પ્રચારક તરીકે અને વીસનગરની આજની નવયુગ શિશુ નિકેતન સંસ્થામાં આચાર્ય તરીકે સેવા આપેલી છે.
     
    સને ૧૯૩૯માં મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના રાજયારોહણ સમયે તેમને રાજકવિનું વિશેષ માન મળ્યું હતું. મહારાજાના ઓગણચાલીસમાં જન્મદિને વડોદરાના લક્ષ્‍મીવિલાસ મહેલમાં એમને માનભેર પધારવાનું આમંત્રણ મળ્યું હતું. આ કવિરાજને ઘણા ઈનામો અને ચંન્દ્રકો મળ્યા હતા. શારદા પીઠાધિશ્વર શ્રી અભિનવ સચ્‍િચદાનંદ તીર્થસ્વામી મહારાજે એમનું અભિવાદન કરી આ નગરની એક વિશિષ્ટ ઓળખ આપી હતી.
     
    એમના સર્જનોમાં ''વિઠૃલ વિલાસ'', આયુર્વેદ'', ''અમૃતદર્શન'', ''દેશભકિત'', ''અસાર સંસાર'' વગેરે તેમની શબ્દશકિત, વિચારણા અને ચિંતનનાં દ્યોતક છે. પોતાના સાહિત્યશોખ અને સુધારક અને પ્રગતિશીલ વિચારણાનો લાભ તેમની જ્ઞાતિ અને પરિવારને પણ મળ્યો છે. આ નગરને નખશિખ રીતે હૈયાસભર ચાહનારાઓની યાદીમાં આ કવિરાજને પણ મૂકી શકાય છે. આમ નગરના આભૂષણો પૈકીનું એક આભૂષણ તે વિઠૃલભાઈ બહ્મભટૃ
   
     
     
 
 
 
|
|
|
|
|
 
 
Powered By