સ્ટેશનથી માંડી આ શહેરનાં અનેક સ્થાનો પર એમની દાનગંગાનો પ્રવાહ વહયો છે. શ્રી શાંતાબાઈ મહાસુખભાઈ સાર્વજનિક મહિલા પુસ્તકાલય (૧૯૪૧), હરિજન બાળકો માટે લોન લાયબ્રેરી (૧૯૪૦) જૈન વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા માટે થોડી રૂમો બનાવી છે. ગંજીમાં આજે અડીખમ ઉભેલું રાજરત્ન મહાસુખભાઈ વ્યાયામ મંદિર (૧૯૪૦), શ્રી શાંતાબાઈ મહાસુખભાઈ વિશ્રાંતિગૃહ (૧૯૪૧), શ્રીમતી શાંતાબાઈ મહાસુખભાઈ પેસેન્જર રોડ (૧૯૩૦), રાજરત્ન મહાસુખભાઈ ટાઉન હોલ (૧૯૩૯), રાજરત્ન મહાસુખભાઈ સાર્વજનિક સ્મશાનગૃહ (૧૯૩૭) વગેરે સર્જનો તેમના પરિવારનાં છે. પ્રત્યેક વીસનગરવાસીઓએ એમનું ''વીસનગર'' પુસ્તક જોવા જેવું છે, વાંચવા જેવું છે. આ શહેરના ડોસાભાઈ બાગમાં આજે તેઓ પ્રતિમા બનીને ઉભા છે. લોકોપકારક, પ્રામાણિક કાર્યકર્તા, સુધારક, સામાજિક માર્ગદ્રષ્ટા અને અર્વાચીન વીસનગરના શિલ્તજસપી સર્જકનું સંવત ર૦૦૦ ના પોષ વદ ૧ર, શનિવારે દેહાવસાન થયું. પરંતુ અક્ષારદેહે અને વીસનગરના લોકહિતનાં કરેલાં વિવિધ મબલખ કામોને લીધે તેઓ સદાય આપણી સમક્ષ છે. |