છેલ્લી પથારી છે સ્મશાને,
આંખો ઉઘાડી જો અહીં, સગી કોઈની કાયા નથીથઈ
રાખ ઉડી જાય છે, સદબોધ લે આ ઉપરથી
જે જોયું છે આ જગતમાં, જવાનું તે સૌ આખરે,
છેલ્લી પથારી છે સ્મશાને, માન નિશ્ચે અંતરે
રાજા-મહારાજા ભલે હો, ગરીબ કે ધનવાન હો
નિરોગી કે રોગી ભલે હો, બાળ, યુવક વૃધ્ધ હો.
પુરુષ હો કે નારી હો, મરવાનું આખર સર્વને
છેલ્લી પથારી છે સ્મશાને છોડીને ઘરબારને
ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: |