િવસનગર - વર્તમાન શહેર - શહેરની લાક્ષાકિતા - ૩
1   2  3
 
 
 
     કડા દરવાજાનો કાનકૂવો આથમતું સ્મરણ... પાંજરાપોળ એ ગઈ કાલની પાંજરાપોળ નથી પણ પશુઓનું વનરાવન છે. આપણી પાસેથી શું ગયું અને શું મેળવ્યું એવો પ્રશ્ન આ નગરને પૂછવા જેવો છે.
 
     વીસનગર તે વિદ્યાનગરી. વિકસતી નગરી. જયાં પટાંગણમાંથી પંખીઓ છૂટે તેમ વિદ્યાર્થીઓ છૂટે છે તે વિશાળ જી.ડી.હાઈસ્કૂલ, ના.મ.નૂતન સર્વ વિદ્યાલય., ડી.ડી.કન્યા વિદ્યાલય, ચકુબાઈ બાલમંદિર અને પ્રા.શાળા, મહિલા કોલેજ, કોમર્સ કોલેજ શિક્ષાણની વિવિધ કોલેજ, ટેકનિકલ શિક્ષાણકેન્દ્ર, સાંકળચંદ પટેલ કમ્પ્યૂટર અને ટેકનિકલ વિદ્યાધામ, આદર્શ વિદ્યાલય, પ્રા.શાળા નં.ર ના.વિ.કન્યા વિદ્યાલય, નવયુગ શિશુનિકેતન...
 
ડો.કાંતિલાલ શાહ આ નગરના એક બાહોશ અને ધૈર્યસંપન્ન જૈન ચિકિત્સક હતા. રોટરી કલબ ઓફ વીસનગરમાં એમણે પોતાનો હાથ લંબાવ્યો હતો. એક સમયનું નગરજનોનું મિલનસ્થાન એટલે હજુએ સાતત્યપૂર્ણ અવસ્થામાં હાંફતું હાંફતું જીવતું એક સ્થળ તે મથુરદાસ કલબ. જૈન બંધુઓનો એક સમયે કાર્તિક પૂર્ણિમાએ નીકળતો વરઘોડો જે સ્થળેથી નીકળતો તે સ્થળ તે હાથીવડ. આ લખતાં લખતાં હૈયાને દરબાર વાગે છે સિતાર, હે નગર... તને લાખ લાખ વંદન. આટલું લખતાં તો આંખે આવ્યાં ઝળઝળિયાં... ઝળઝળિયા... નગર વિહાર કરતાં કરતાં અમને બે સર્જકો ભેટી ગયા. એક તે પોલાદી મનોબળના માણસ નવનીતભાઈ પરીખ. આ વણિકે ''માતૃભૂમિ'' નામે નાટક લખી, ભજવી આઝાદીની ચળવળને વેગ આપ્યો હતો અને આ નાટક પણ વિવિધ સ્થળે ભજવાયું. આઝાદીની ચળવળના સેનાનીઓમાં નટવર (આઝાદ) કંસારા અને ધીરુભાઈ નાયક પણ મોખરે હતા. નગરવિહારનું આ દ્રશ્ય છે.
 
 
 
1   2  3
 
 
 
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By