પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શીતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરીકો મેળવી શકે તેવા માહિતીના અઘિકાર ના વ્યવહારૂ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષાંગિક બાબતો માટેની જોગવાઈ કરવામાં આવી છે. ભારતના સંવિઘાને લોકશાહી ગણરાજયની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં નાગરીકે પારદર્શીતા માટે મહત્વની જરૂરી છે. અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવા માટે સરકાર અને તેના માધ્યમો પ્રજાને જવાબદાર રહે તે જરૂરી છે. ખરેખર વ્યવહારમાં માહિતીને જાહેર કરવાથી સરકારના કાર્યક્ષમ, સંચાલન, મર્યાદિત નાણાંકીય સાઘનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહીતના બીજા જાહેર હિતો સાથે સંઘર્ષ થાય તેમ છે. લોકશાહી આદર્શની સર્વોપરીતા જાળવતી વખતે આ સંઘર્ષમયી હિતો વચ્ચે સંવાદીતા સાઘવી જરૂરી છે. માટે જે નાગરીકો માહિતી મેળવવા માંગતા હોય તેમને અમુક માહિતી પુરી પાડવાની જોગવાઈ કરેલ છે. |