માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ - ૧
 
 
1   2   3
પ્રસ્તાવના
૧.પ વ્યાખ્યાઓ ( પુસ્‍િતકામાં વાપરવામાં આવેલ જુદા જુદા શબ્દોની વ્યાખ્યા આપવા વિનંતી )
(૧)
અઘિનિયમ :-
  અઘિનિયમ એટલે માહિતી અઘિકાર અઘિનિયમ-ર૦૦પ (ભારત સરકાર-ર૦૦પ નો રર મો અઘિનિયમ )
(ર)
અઘિકૃત વ્યકિત :-
  અઘિકૃત વ્યકિત એટલે સરકારી માહિતી અઘિકાર ધ્વારા સક્ષમ સત્તા મંડળ ધ્વારા આ નિયમો અન્વયે નિયત કરાયેલી ફી સાથે માહિતી મેળવવા માટેની અરજી સ્વીકારનાર વ્યકિત.
(૩)
ફોર્મ :-
  ફોર્મ એટલે આ નિયમો સાથે જોડેલ ’’ માહિતી માગવા માટેનુ અરજીપત્રક ’’
(૪)
કલમ :-
  કલમ એટલે અઘિનિયમની કલમ.
(પ)
સક્ષમ સત્તામંડળ :-
 
સક્ષમ સત્તામંડળ એટલે અઘિનિયમની કલમ-ર ની પેટા કલમ (ચ)(૧) થી (પ) માં વ્યાખ્યાયીત કરવામાં આવેલી સત્તામંડળ.
(૬)
માહિતી :-
 
માહિતી એટલે અઘિનિયમની કલમ-ર ની પેટા કલમ (છ) માં વ્યાખ્યાયીત કરવામાં આવી હોય તેવી જાહેર સત્તા મંડળના વહીવટ, સંચાલન કે નિર્ણયને લગતી કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી.
(૭)
નિયત કરાયેલ
  નિયત કરાયેલ એટલે આ નિયમો ધ્વારા નિયત કરાયેલ.
(૮)
રેકર્ડ :-
 
રેકર્ડમાં નીચેની બાબતોનો સમાવેશ થશે.
(૧)
કોઈપણ દસ્તાવેજ, હસ્તપ્રત તથા નકલ.
(ર)
કોઈપણ માઈક્ર ફિલ્મ, માઈક્રોફીશ તથા દસ્તાવેજની સ્કેન કરેલી કે ઝેરોક્ષ કે અન્ય કોઈ ઈલેકટ્રોનિક સાઘનથી કરેલ નકલ.
(૩)
આવી કોઈ માઈક્રો ફિલ્મમાં રહેલી આકૃતિ કે આકૃતિઓની નકલ (એન્લાર્જ કરેલ કે કાર્યો વિનાની )
(૪)
કોમ્પ્યુટર કે અન્ય કોઈ સાઘનની મદદ વડે તૈયાર કરવામાં આવેલી કોઈ પણ સામગ્રી
   
વ્યાખ્યાઓ
(૧)
સમુચિત સરકાર :-
 
સમુચિત સરકાર એટલે (૧) કેન્દ્ર સરકાર અથવા સંઘ રાજયક્ષેત્ર વહીવટ ધ્વારા પ્રત્યક્ષ ધ્વારા અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ. રચાયેલ માલિકી વાળા અથવા ફંડ રૂપે મોટા પાયે ઘિરાણ મેળવેલ સત્તા મંડળ સંબંઘમાં કેન્દ્ર સરકાર (ર) રાજય સરકાર ધ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલા રચાયેલ માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા ફંડ રૂપે મોટા પાયે ઘિરાણ મેળવેલ જાહેર સત્તામંડળના સંબંઘમાં રાજય સરકાર.
(ર)
કેન્‍દ્રીય માહિતી પંચ :-
  કેન્‍દ્રીય માહિતી પંચ એટલે કલમ-૧ર ની પેટા કલમ (૧) હેઠળ રચાયેલ કેન્‍દ્રીય માહિતી પંચ.
(૩)
કેન્‍દ્રીય જાહેર માહિતી અઘિકારી એટલે :-
 
કલમ-પ પેટા કલમ (૧) હેઠળ મુકરર કરેલ કેન્‍દ્રીય જાહેર માહિતી અઘિકારી અને તેમાં પેટા કલમ (ર) હેઠળ મુકરર કરેલ કેન્‍દ્રીય મદદનીશ જાહેર માહિતી અઘિકારીનો સમાવેશ થાય છે.
(૪)
મુખ્ય માહિતી કમિશ્નર અને માહિતી કમિશ્નર :-
  કલમ-૧ર ની પેટા કલમ (૩) હેઠળ નિમાયેલા મુખ્ય માહિતી કમિશ્નર.
(પ)
સક્ષમ સત્તાઘિકારી એટલે :-
 
 
(૧)
લોકસભા અથવા રાજય વિઘાનસભાના અથવા એવી વિઘાનસભા ઘરાવતા સંઘ રાજય ક્ષેત્રના કિસ્સામાં અધ્યક્ષ અને રાજય સત્તા રાજય વિઘાનસભા પરિષદના કિસ્સામાં અધ્યક્ષ.
(ર)
ઉચ્ચતમ ન્યાયાલયના કિસ્સામાં ભારતના મુખ્ય ન્યાયમુર્તિ.
(૩)
ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમુર્તિ.
(૪)
સંવિઘાનથી અથવા તે હેઠળ સ્થપાયેલાં અથવા રચાયેલ બીજા સત્તા મંડળોના કિસ્સામાં રાષ્ટ્રપતિ અથવા રાજયપાલ.
(પ)
સંવિઘાનની કલમ-ર૩૯ હેઠળ નિમાયેલ વહીવટદાર.
   
(૬)
માહિતી :-
 
માહિતી એટલે રેકર્ડ દસ્તાવેજ, મોનો ઈમેલ, અભિપ્રાયો, સલાહ, અખબારી યાદી, પરિપત્રો, હુકમો, લોગબુકો, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, મોડલ્સ, કોઈ ઈલેકટ્રોનીકસ સ્વરૂપમાં માહિતી સમગ્ર અને તત્સમયે અમલમાં હોય તેવાં કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહીતની કોઈપણ સ્વરૂપમાં માહિતી.
(૭)
ઠરાવેલ :
 
ઠરાવેલુ એટલે સમુચીત સરકારે અથવા યથા પ્રસંગે સક્ષમ સત્તા મંડળે આ અધિનીયમ હેઠળ કરેલા નીયમોથી ઠરાવેલ.
(૮)
જાહેર સત્તા મંડળ :
 
રેકર્ડમાં નીચેની બાબતોનો સમાવેશ થશે.
(ક)
જાહેર સત્તા મંડળ એટલે સંવીધાન થી અથવા તે હેઠળ
(ખ)
સંસદે કરેલા બીજા કોઈ કાયદાઓ
(ગ)
રાજય વિધાન મંડળે કરેલા બીજા કોઈ કાયદાઓ
(ઘ)
;સમુચીત સરકારે બહાર પાડેલા કોઈ જાહેરનામાથી અથવા કરેલા કોઈ હુકમોથી સ્થપાયેલ રચેલ કોઈ સત્તા મંડળ અથવા મંડળ અથવા સ્વરાજયની સંસ્થા અને તેના સમુચીત સરકારે પુરા પાડેલા ફંડથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે (૧) માલીકીના નીયંત્રણ અથવા મોટાપાયે ધીરાણ મેળવેલ મંડળ (ર) મોટા પાયે ધીરાણ મેળવતા બીન સરકારી સંગઠનો પણ સમાવેશ થાય છે.
   
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By