માહીતીનો અધિકાર એટલે આ અધિનીયમ હેઠળ કોઈ જાહેર સત્તા મંડળને અથવા તેના નીયંત્રણ હેઠળને માહીતી મેળવવાનો અધિકાર અને તેમાં (૧) કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના (ર) દસ્તાવેજો અથવા રેકર્ડ ની નોંધ અથવા ઉતારા, અથવા પ્રમાણીત નકલો લેવાના (૩) સામગ્રીના પ્રમાણીત પુરાવા લેવાના (૪) ડીસ્ક, ફલોપી, ટેપ,વીડીયો, કેસેટ સ્વરૂપ માં અથવા બીજા કોઈ કોમ્પ્યુટર માં અથવા કોઈ સાધનમાં સંગ્રહીત હોય ત્યારે પ્રીન્ટ આઉટની મારફતે મેળવવાના અધિકારોનો સમાવેશ થાય છે. |