નગરપાલીકાએ પોતાના વિસ્તારમાં શહેરીજનો માટે પોતાના ફરજીયાત કાર્ય ઉપરાંત મરજીયાત કાર્યો પણ બજાવવાના થાય છે. પરંતુ આવા કાર્યો આગામી કેટલા વર્ષો સુધી ચાલી શકશે તેના અંદાજની સાથે સચોટ આયોજન માટે આગામી સમય માટેનો અંદાજીત વસ્તી વધારો, જેતે કામ માટેનો ભાવ વધારો વિસ્તાર વધારો, વિગેરેનો વિચાર કરી દરેક યોજનાઓનું આયોજન કરવાનું થાય છે. જેથી કરીને આગામી વર્ષો સુધી આપવાની થતી સેવાઓનું સ્તર જળવાઈ રહે.
|