માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ - ર(નીયમ સંગ્રહ -૧)
 
 
1   2   3
સંગઠન વિગતો, કાર્યો અને ફરજો
 
ર.પ જાહેરતંત્રની મુખ્ય પ્રવૃતીઓ / કાર્યો
 
નગરપાલીકા પોતાના ફરજીયાત તથા મરજીયાત રીતે કરવાના તથા કાર્યો અને તે લગતા આપવાની થતી સેવાઓ સાથેની સંકળાયેલ વહીવટતંત્ર ધ્વારા વિવિધ પ્રવૃતીઓનું આયોજન સતત પ્રક્રિયાની રીતે કરતી હોય છે.જેના અંતર્ગત વર્ષ દરમ્યાન આવા કામોનું પ્લાનીંગ કરવું.તેના લગતી વહીવટ કામગીરી કરવી. જરૂર પડે એજન્સી રોકવી કામગીરી કરાવવી, તથા તેનું અમલીકરણ કરવું આ પધ્ધતી પ્રમાણે નગરપાલીકા મુદા નં.ર. ૪ માં જણાવ્યા પ્રમાણેના પોતાના ફરજીયાત અને મરજીયાત કામો સમગ્ર વર્ષ દરમ્યાન કરતી હોય છે.
 
ર.૬ સેવાઓની યાદી તથા સંક્ષીપ્ત વિવરણ
 
નગરપાલીકા પોતાના શહેરીજનોને નીચે મુજબની સેવાઓ આપે છે.
(૧)
સફાઈ સેવા
આ સેવા અંતર્ગત શહેરના તમામ મુખ્ય તથા આંતરીક રસ્તાઓની સફાઈ કરવી દરેક રહેણાંક તથા વાણીજય મીલ્કતોના કચરાઓનો નીકાલ કરવો
(ર)
પાણીની સેવા
 
તમામ રહેણાંક વાણીજય તથા ઔધોગીક પ્રતીષ્ઠાઓને પોતાની જરૂરીયાત પ્રમાણે શુધ્ધ પાણી પુરૂ પાડવું
(૩)
દીવાબતીની સેવા
 
શહેરના તમામ મુખ્ય માર્ગો તથા આંતરીક મહોલ્લા તથા વિકાસ થતાં સોસાયટી વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટની સેવા આપવી તથા તેની નીભાવણી કરવી.
(૪)
સ્‍મશાનગૃહ
(પ)
અગ્‍િન શમન સેવા
 
નગરપાલીકા પાસે અધતન ફાયરફાઈટર છે. જરૂર પડે આગના પ્રસંગોએ સેવા આપે છે.
(૬)
આરોગ્યની સેવા
  નગરપાલીકા પોતે ડીસ્પેન્સરી ચલાવતી નથી.
(૭)
વ્યકિતગત પાણીની સેવા
 
નગરપાલીકા પોતાના વિસ્તારમાં જાહેર તથા ધાર્મીક સમારંભો મેળાઓ ઉત્સવોમાં ટેંકર ધ્વારા મફત પાણીની સેવાઓ પુરી પાડે છે. આવા સમારંભોમાં નવરાત્રી, મેળાઓ, મહોરમ, ધાર્મીક વરઘોડાઓનો સમાવેશ થાય છે. તથા પ્રાઈવેટ લગ્ન સમારંભ,મીટીંગ, મેળવાડાઓ, વાડીઓ તથા પાર્ટી પ્લોટમાં, બાંધકામના હેતુ માટે નકકી કરેલા ચાર્જથી સેવાઓ પુરી પાડે છે.આવી સેવાઓ નગરપાલીકા પોતાના વિસ્તારમાં પુરી પાડે છે.
(૮)
મેલા ટેન્કરની સેવા
 
નગરપાલીકા ધ્વારા સેફટી ટેન્ક તથા સંડાસના સોસ કુવાઓ વિગેરે સાફ કરવા મ્યુ.હદમાં નજીવી દરે મેલાટેન્કરની સેવા પુરી પાડવામાં આવે છે.
(૯)
અન્ય સેવાઓ
નગરપાલીકા સંચાલીત અર્બન કો.મ્યુ.ડેવ પ્રોજેકટ ધ્વારા શીવણ, ભરતગુંથળ, બ્યુટી પાર્લર તથા કોમ્પ્યુટર કલાસ ચલાવવામાં આવે છે. સ્લમ વિસ્તારોમાં બાળકો માટે બાલવાડીઓ, પ્રૌઢશીક્ષણ, તથા બહેનો માટે રોજગાર લક્ષી તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે.
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By