માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ - ર(નીયમ સંગ્રહ -૧)
 
 
1  2   3
સંગઠન વિગતો, કાર્યો અને ફરજો
 
ર.૭ રાજયતંત્ર
 
રાજય લેવલ - શહેરી વિકાસ અને શહેરી ગૃહનીર્માણ વિભાગ શહેરી વિભાગ મંત્રાલય નગરપાલીકા નીયામક કચેરી
જીલ્લા લેવલ - જીલ્લા કલેકટર કચેરી
શહેરી લેવલ - નગરપાલીકા જનરલ વોર્ડ કમીટીઓ તથા મુખ્ય અધિકારીની કચેરી
 
ર.૮ તંત્રની અસરકારકતા તથા કાર્ય ક્ષમતા વધારવા માટેની લોકો પાસેથી અપેક્ષા
 
(૧)
નગરપાલીકા ધ્વારા થતા કાર્યમાં સહાયરૂપ થવું.
(ર)
નગરપાલીકાના જુદા જુદા કરવેરાઓનું નીયમીત મુદતમાં ભરણું કરવું.
(૩)
નગરપાલીકા ધ્વારા હાથ ધરાયેલા વિકાસનાકામોમાં આર્થીકરીતે સહાયરૂપ થવું.
(૪)
નગરપાલીકાઓનું જાહેર મિલ્કતોનું નુકશાન થાય તેમ ન કરવું.
(પ)
પાણીની કરકસર યુકત ઉપયોગ કરવો.બગાડ અટકાવવો.
(૬)
સ્‍ટ્રીટ લાઈટોને નુકશાન ન થવા દેવું. જાળવણીમાં મદદરૂપ થવું. બીન જરૂરી સ્ટ્રીટ લાઈટો હોયતો નગરપાલીકાનું ધ્યાન દોરવુ.
(૭)
નગરપાલીકાનું પાણી કે ગટર સેવાઓનો ગેરકાયદેસર ઉપયોગ ન કરવો તથા આવી થતી ચોરી અંગે નગરપાલીકાને જાણ કરવી.
(૮)
સફાઈ કાર્યમાં મદદરૂપ થવું, કચરો કુંડો જાહેરમાં ન નાખવો કચરો ટોપલીમાં એકઠો કરવો તથા કચરાપેટીમાં નાખવો.
(૯)
જાહેર શૌચાલય અને જગ્યાઓનો ઉપયોગ સફાઈ જળવાઈ રહે તે રીતે કરવો.
(૧૦)
નગરપાલીકા વતીથી તથા કોઈપણ જાહેર કામોમાં થતી કોઈપણ ગેરરીતી કે હલ્કી ગુણવતા માટે નગરપાલીકાનું ધ્યાન દોરવું.
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By