માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૯
 
 
1  2   3
નિર્ણય લેવાની પ્રક્રીયા તથા કાર્યપધ્ધતી
 
૯.૧ નિર્ણય લેવા માટે કાર્યપધ્ધતી
ગુજરાત મ્યુ.એકટ ૧૯૬૩ તથા વિસનગર નગરપાલીકા પેટાનિયમો અન્વયેની પધ્ધતીથી નિર્ણય લેવામાં આવે છે.
 
૯.ર અગત્યની બાબતો માટે ખાસ નિર્ણય લેવા માટેની કાર્ય પધ્ધતી
અગત્યના નિર્ણયોમાં સામાન્ય પ્રજાજનો અસરકર્તા હોય તેવા પેટા નીયમમાં ફેરફાર કરવાની છે. પેટા નીયમમાં ફેરફાર કરવા માટે નગરપાલીકા નીચેની કાર્યપધ્ધતી પ્રમાણે કાર્ય કરે છે. દા.ત. નગરપાલીકાના ખાસ પાણીકરના વેરાના દરોમાં વધારો કરવા માંગે છે. આ માટે નીચેની પધ્ધતી અપનાવવાની થાય.
 
 
ખાસપાણી કરનો વધારો કરવા માટે એક રીપોર્ટ પોતાના અભિપ્રાય તથા સુચીત વધારાની વિગત સાથે જે જે ખાતા ના અઘિકારી મારફત મુખ્યઅધિકારી સમક્ષ રજુ થાય છે
મુખ્ય અધિકારી જરૂર હોયતો ફેરફાર સહીત પોતાના અભિપ્રાયો સાથે પ્રમુખશ્રી સાથે રજૂ કરે છે.
પ્રમુખશ્રી આવી ફાઈલ નીર્ણય થવા માટે જનરલ સભામાં રજુ કરવાનો હુકમ કરે છે.
જનરલ સભાના એજન્ડામાં સદરકામ નો સમાવેશ થાય છે.
જનરલ સભા નગરપાલીકા તથા પ્રજાજનો બંનેના હીતને ધ્યાનમાં લઈ જરૂરી ચર્ચાના અંતે નીયમમાં જરૂર હોયતો યોગ્ય ફેરફાર કરી કામને મંજુરી આપે છે.
જનરલ સભાના આ નીર્ણય ને જુનો નીયમ તથા નવી સુચીત નીયમ તુલનાત્મક કરી તે ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં સમગ્ર સભાના ઠરાવ સહીત જરૂરી વાધા સુચનો માટે જાહેર જનતા સમક્ષ બહોળી પ્રસિધ્ધી સારૂ તથા એક માસમાં જરૂરી વાંધા રજુ કરવા અંગે જાહેર નામાં સહીત પ્રસીધ્ધ કરવામાં આવે છે.
એક માસના સમય દરમ્યાન સુચીત નીયમ સામે વાંધા સુચન સ્વીકારવામાં આવે છે.
આવેલ વાંધા સુચનો સાંભળવા માટે તથા વાંધેદારોને યોગ્ય રજુઆત કરવા માટે ફરીથી સમગ્ર સભામાં રજુ કરવામાં આવે છે.વાંધા અથવા સુચનો કરનારાઓને સાંભળવામાં આવે છે.
ત્યારબાદ જરૂર હોયતો સુચીત નીયમમાં ફેરફાર સહીતના.ગુજરાત સરકારની મંજુરી માટે દરખાસ્ત જીલ્લા કલેકટરશ્રીના અભીપ્રાય થઈ જવા મોકલવામાં આવે છે.
૧૦
આવી દરખાસ્ત નીયામકશ્રી નગરપાલીકાના નીણર્ય માટે જીલ્લા કલેકટરશ્રી મારફત મોકલવામાં આવે છે.
૧૧
નગરપાલીકાની આ દરખાસ્ત નીયામકશ્રી નગરપાલીકાઓ જરૂરી અભ્યાસકરી જો તે નીયમ બધ્ધ હોયતો તેને મંજુરી આપે છે.જે નવીન નીયમનું સ્થાન લે છે.
૧ર
આવા નીયમની અમલની તારીખ જો નીયામકશ્રી ધ્વારા નકકી કરવામાં આવેલ હોય તો તે તારીખ અન્યથા નગરપાલીકા અમલની તારીખ નકકી કરી નવિન નીયમની પ્રસીધ્ધી કરે છે.
૧૩
નકકી કરેલી તારીખથી નીયમોનું અમલ થાય છે.
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By