માહિતી અધિકાર અધિનિયમ - પ્રકરણ-૯
 
 
1  2   3
નિર્ણય લેવાની પ્રક્રીયા તથા કાર્યપધ્ધતી
 
૯.૩ નીયમો જનતા સુધી પહોંચાડવાની વ્યવસ્થા
 
સામાન્ય પ્રજાજનોને અસરકર્તા હોય તથા જણાવવાની જરૂર હોય તેવા નીર્ણયો નગરપાલીકાના નોટીસ બોર્ડ તથા નગરપાલીકા ધ્વારા નકકી કરેલ જાહેર સ્થળોએ પ્રસીધ્ધ કરવામાં આવે છે.
કેટલાક નીર્ણયો ફકત પ્રજાની જાણ સારૂ હોય તો દૈનીક તથા લોકલ દૈનીક સમાચાર પત્રોમા પ્રેસ નોટ આપવામાં આવે છે.
કેટલાક નીર્ણયોની લોકલ ટીવી ચેનલો ધ્વારા પ્રસીધ્ધી કરવામાં આવે છે.
કેટલાક નીર્ણયોને જાહેર નીવેદનો પેમ્ફલેટ ધ્વારા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે.
કેટલાક અગત્યના પણ મુદતબંધી નીર્ણયો હોય અને પ્રજાને જણાવવા અત્યંત જરૂરી હોય તેની શહેરમાં માઈક ફેરવી જાણ કરવામાં આવે છે.
કેટલાક નીર્ણયો જો મર્યાદીત વિસ્તાર લક્ષી હોય તો માણસ ધ્વારા ઢંઢેરો પીટી તેની જાહેરાત કરવામાં આવે છે.
 
૯.૪ નીર્ણય લેવાની પ્રક્રીયામાં જેમનો અભિપ્રાય જરૂરી છે.તેવા અધિકારીઓ
 
જે શાખાને લગતો નીર્ણય હોય તે શાખાના વડા
નગરપાલીકાના મુખ્ય અધિકારી
જરૂર હોયતો ખાતા લગત કમીટી
નગરપાલીકાની જનરલ સભા
નીર્ણય સંબંધી જીલ્લા કલેકટરશ્રીનો અભિપ્રાય
 
૯.પ નીર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી
નવીન નીયમ સંબંધી નીર્ણય હોયતો નીયામકશ્રી, નગરપાલીકાઓ,ગુજરાતરાજય, ગાંધીનગર
અન્ય નીર્ણય નગરપાલીકાની જનરલ સભા
અધિનિયમથી મળેલ અધિકારો અન્વયે નગરપાલીકાના મુખ્ય અધિકારો
 
 
 
 
 
 
|
|
|
|
|
 
 
Powered By